અમદાવાદ શહેર: શહેરની સુભાષ સોસાયટીમાં જમાઈએ સસરાના ઘરે પહોંચી બે બંદૂકમાંથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું, પોલીસે ધરપકડ કરી.
શહેરના વિજય ચાર રસ્તા નજીક આવેલ સુભાષ સોસાયટીમાં ઘરકંકાસથી કંટાળેલા જમાઈએ હવામાં ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ઘરકંકાસમાં જમાઈ રાહુલ સોની સસરાના ઘરે પહોંચી ગયો હતો. અને બારબોર રાયફલ તેમજ રિવોલ્વર વડે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલ તો પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.