જૂનાગઢમાં આગામી સમયમાં યોજનાર મહાશિવરાત્રી મેળા અંતર્ગત આજરોજ સાધુ સંતો તથા સંલગ્ન અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. મહાશિવરાત્રી મેળાના સુચારું આયોજન માટે સાધુ-સંતો સાથે કલેકટર અનિલકુમાર રાણા વસિયા દ્વારા વિસ્તૃત ચર્ચા વિચારણા કરી સાધુ-સંતોના જરૂરી સૂચનો મેળવ્યા હતા.