વિસનગર: વિસનગરમાં ભૂખ્યાજનોને મળશે ભોજન! અન્નનો બગાડ અટકાવવા 'રોટરી અક્ષય રથ' શરૂ
વિસનગરમાં રોટરી ક્લબ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા સમાજલક્ષી એક સરાહનીય પહેલ 'રોટરી અક્ષય રથ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ સામાજિક પ્રસંગોમાં વધેલા અન્નનો બગાડ અટકાવવાનો અને તે ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનો છે.રવિવારે, ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલના હસ્તે આ 'અક્ષય રથ'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું