મોરવા ખાતે રહેતા કૃષ્ણકુમાર નટવરલાલ દેસાઈના સુપુત્ર ચિ. મિલનના લગ્ન પ્રસંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ માંગલિક પ્રસંગે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ખાસ ઉપસ્થિત રહીને પ્રસંગની શોભા વધારી હતી. લગ્ન સમારોહ દરમિયાન ધારાસભ્યએ વર-કન્યાને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી. તેમણે નવદંપતીનું આગામી જીવન સુખી, સમૃદ્ધ અને આનંદમય રહે તે માટે હાર્દિક શુભકામનાઓ સહ આશીર્વાદ પાઠવ્યા હતા.