ઓલપાડ: કીમ-કઠોદરા રોડ પર આવેલી એક નોનવેજ રેસ્ટોરાં પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડ્યો.
Olpad, Surat | Nov 24, 2025 કીમ-કઠોદરા રોડ પર આવેલી એક નોનવેજ રેસ્ટોરાં પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડ્યો છે. ઓનલાઈન ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં રેસ્ટોરાંમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.વિભાગની ટીમે કીમ-કઠોદરા રોડ પર આવેલી 'એ-વન બોમ્બે કેટરર્સ' નામની નોનવેજ રેસ્ટોરાં પર અચાનક દરોડો પાડ્યો હતો. ટીમે રેસ્ટોરાંમાં બનતી વિવિધ નોનવેજ વાનગીઓના નમૂના એકત્રિત કરી તેને લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે.