રોજગારીની શોધમાં છત્તીસગઢથી હાલોલની ઔદ્યોગિક વસાહતમાં આવેલા યુવક રાહુલસિંહ ગોન નો મૃતદેહ ગેટમુવાલા ગામના તળાવમાંથી આજે સોમવારના રોજ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.યુવક નજીક આવેલી એક ખાનગી કંપનીમા નોકરી કરવા આવ્યો હતો,પરંતુ 14 જાન્યુઆરીના રોજ અહીં મન ન લાગતાં તે છત્તીસગઢ પરત જવાનું કહી નીકળી ગયો હતો.યુવકના મૃતદેહને પીએમ અર્થે હાલોલ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.