વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને બેફામ ગતિએ દોડતા વાહનો હવે નિર્દોષ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.શહેરના દિવાળીપુરા કોર્ટ રોડ પર એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની હતી.જેમાં એક અજાણ્યા વાહને મોપેડ સવારને જોરદાર ટક્કર મારતા તેનું કરુણ મોત નીપજ્યું છે.આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.જેને આધારે પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથધરી છે.