ઊંઝા ઓવરબ્રિજ પર ત્રણ દિવસ અગાઉ બનેલા એક ગમખ્વાર અકસ્માતનો ભેદ ખુલ્યો છે, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. શરૂઆતમાં આ ઘટનાને માત્ર એક અકસ્માત ગણવામાં આવતી હતી, પરંતુ હવે મૃતક મહિલાના પતિએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.