વડોદરા : છાણી ટીપી 13ના વીએમસી ફ્લેટમાં રહેતો ચીત્રસેન સમરસેન કુરીલનામનો ઈસમ જેતલપુર બ્રીજ નીચે ખુલ્લી જગ્યામાં પોતાની પાસે ગાંજાની પડીકી લઈને આટાફેરા મારે છે.જે બાતમીને આધારે અકોટા પોલીસે રેઇડ કરતા ચિત્રસેન વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો 79.31 ગ્રામ જથ્થા સાથે ઝડપાયો હતો.જેને કબ્જે લઈ અકોટા પોલીસે તેના વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.