સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરણીતા ગતરોજ કાપોદ્રામાં મરઘા કેન્દ્ર પાસે આવેલ શાકભાજી માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા માટે ગઈ હતી. આ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની નજર ચૂકવી તેમના ગળામાંથી રૂપિયા ૬૨૦૦૦ કિંમતની સોનાની ચેઈન ચોરી કરી પલાયન થઈ ગયો હતો. બાદમાં પરણીતાને આ બાબતે જાણ થતા તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.