હાલોલના તળાવ કિનારા પર આવેલ બ્રાહ્મણ પંચની વાડી ખાતે આજે શુક્રવાર થી શ્રીમદ્દ ભાગવત દશમ સ્કંધ માં નિરુપાયેલ રાસ પંચાધ્યાયી રસપાનો આરંભ થતા હાલોલ નગર સહીત આજુબાજુ ના ગામ માં રહેતા વૈષ્ણવોમાં માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કથા પ્રારંભ પહેલા યજમાન ના નિવાસ સ્થાનેથી પોથી યાત્રા નીકળતા વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા