મોરબી: મોરબીની અણિયારી ચોકડી નજીક ટ્રક ટ્રેલરમાંથી કન્ટેનર ધડાકાભેર પડી જતા સર્જાયો અકસ્માત...
Morvi, Morbi | Nov 19, 2025 મોરબીની અણિયારી ચોકડી પાસે ગતરાત્રીના એક ટ્રેલર કન્ટેનર લોડ કરીને જતું હતું. ટ્રેલર ડિવાઈડર ઉપર ચડી જતા પાછળથી કન્ટેનર ધડાકાભેર રોડ ઉપર પડી ગયું હતું. ત્યારે આ કન્ટેનર નીચે કોઈ દબાઈ ગયું હશે તેવી બીકે ટ્રેલર ચાલક કન્ટેનર ત્યાં જ મૂકી ટ્રેલર લઈને નાસી છૂટ્યો હતો. જો કે સદનશીબે કન્ટેનર પડ્યું ત્યારે બાજુમાં કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાની થતા સહેજમાં ટળી હતી.