વાવ: ચોથાનેસડા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં સાફ-સફાઈ નો અભાવ જોવા મળ્યો..
આજરોજ સોમવારના સાંજના ચાર વાગે ચોથાનેસડા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર બે અને ત્રણ કેનાલમાં સાફ-સફાઈ નો અભાવ જોવા મળ્યો છે તંત્ર દ્વારા કેનાલમાં પાણી તો છોડવામાં આવ્યું પરંતુ સાફ-સફાઈ કર્યા વગર છોડવામાં આવ્યું છે જેને લઈને ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે જોકે સાફ સફાઈ કર્યા વગર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેથી કેનાલ તૂટશે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ચર્ચા રહ્યા છે.