ધ્રાંગધ્રા: કલ્પના ચોકડી પાસે વિદેશી દારૂની ખેપ મારતી ફોરવીલ ગાડી સહીત રૂપિયા 6,45, 200 નો મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા
ધાંગધ્રા હાઈવે થી મોરબી તરફ એક ફોરવીલ ગાડી વિદેશી દારૂ ભરીને જહી રહી છે તેવી બાતમીના આધારે પોલીસે ગાડીની ઝડપી વિદેશી દારૂની બોટલ નંગ 41 જેની કિંમત રૂપિયા 2,95,200 તથા એન્ડ્રોઇડ મોબાઇલ ચાર નંગ અને ફોરવીલ ગાડી સહીત કુલ રૂપિયા 6,45,200 નો મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી અને વિદેશી દારૂ મોકલનાર સહીત ત્રણ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તાલુકા પોલીસે હાથ ધરી હતી.