માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામથી વાડી ગામ વચ્ચે નેશનલ હાઇવે નંબર 56 ઉપર જાનૈયા ભરેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 22 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા ઉંમરપાડા તાલુકાના પીનપુર ગામથી જાન કોસંબા ખાતે ગઈ હતી અને ત્યાંથી જાન પરત આવી રહી હતી ત્યારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો કુલ 22 જાનૈયાઓને ઈજા થઈ છે જેમાં બે જાનૈયા ને વધું ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે