રાજકોટ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ સ્થિત એન્જિનીયરિંગ એસોસિએશન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જેલમાં ગયેલા ખેડૂતોના પરિવારજનો અને જામીન પર મુક્ત થયેલા ખેડૂતોનું સન્માન કર્યું હતું. આ તકે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા આગામી સમયમાં ગુજરાતમાં પરિવર્તનનો દાવો કર્યો હતો.