સુરત જિલ્લા ના મહુવા તાલુકામાં દીપડા પાંજરે પુરવાની ઘટના સામાન્ય બની જવા પામી છે ત્યારે દેદવાસણ ગામે દીપડા ના આંટાફેરા એ લોકોને ભયભીત કરી દીધા અને જેને પગલે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવ્યા બાદ દીપડો પાંજરે કેદ થઈ જવા પામ્યો હતો.જેને વન વિભાગની ટીમે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે તાલુકાના કરચેલીયા ગામે ચાલીસ ગાળા નજીક એક વિશાળ કાય અજગર નું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.