વડોદરા: લવ મેરેજ કર્યા બાદ યુવતીએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા રહસ્ય ઘૂંટાયુ
વડોદરા : જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ રણોલી ગામમાં છેલ્લા દોઢ વર્ષથી મૈત્રી કરાર કરી પ્રેમી સાથે રહેતી 19 વર્ષીય યુવતી નેન્સીનો મૃતદેહ તેના ઘરેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીના માતા-પિતાએ સાસરિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે સયાજી હોસ્પિટલમાં બંને પક્ષ વચ્ચે મારામારી પણ થઈ હતી.આ મામલે હાલમાં યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.