ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરાયાની ઘટના બની હતી. ફુલસર વિસ્તારમાં રીક્ષા ચાલક યુવાન પર હુમલો કરાતા બોર તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી. જે ફરિયાદના આધારે બોર તળાવ પોલીસે 5 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.