બાવળા ખાતે અમદાવાદ -રાજકોટ હાઇવે પર ત્રિમૂર્તિ હોસ્પિટલ નજીક તા. 20/02/2026, શુક્રવારે સવારે 8.26 વાગ્યા અગાઉના સમયે અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવકને ટક્કર મારી ઘટના સ્થળે મોત નિપજાવી પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો હતો. બાવળા પોલીએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.