જૂનાગઢ: વંથલી વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની 1 જામગીરી બંદૂક સાથે એક ઈસમને દબોચી લેતી SOG
જુનાગઢ SOG ની ટીમ વંથલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીઆઈ આર કે પરમાર ને ચોક્કસ બાતમી મળેલ કે રફિક હુસેનભાઇ લાડક ગેરકાયદેસર જામગીરી બંદૂક સાથે વંથલી શાપુર GEB સામે રોડ ઉપર ઉભેલ છે તેમની પાસે હથિયાર હોવાની બાતમીના આધારે એસ ઓ જી ટીમે તપાસ કરતા તેના નેફા માંથી એક દેશી હાથ બનાવટની જામગીરી બંદૂક જોવા મળેલ જેને તુરંત જ રાઉન્ડ અપ કરી ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.