સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી સ્ટાફ દ્વારા મૂળીના કાકડિયા પા વિસ્તારમાં રહેતા સંદીપસિંહ હરુભા પરમારના રહેણાંક મકાને દરોડો કરી વિદેશી દારૂની ૨૩ નંગ બોટલ તથા બિયર ટીન ૨૪ નંગ એમ કુલ મળી ૪૭ નંગ કિંમત ૩૫,૧૮૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી સંદીપસિંહ હતુભા પરમારને ઝડપી લઇ મૂળી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.