ગીર સોમનાથમાં લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર:વેરાવળ-સુત્રાપાડામાં એક ઈંચ વરસાદ, કોડીનાર-તાલાલામાં ધીમીધારે વરસાદ
Veraval City, Gir Somnath | Jul 20, 2025
ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં બપોરે 12 થી 2 વાગ્યા છેલ્લા બે કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. કોડીનાર અને તાલાલા વિસ્તારમાં સામાન્ય છાંટા પડ્યા છે.લાંબા સમયના વિરામ બાદ વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. વેરાવળના પંડવા, ભેટાળી, કોડીદ્રા, માથાશુરીયા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જોકે, આ વરસાદ કેટલાક ગામો પૂરતો જ સીમિત રહ્યો છે. વેરાવળ તાલુકાના તમામ ગામોમાં વરસાદ નોંધાયો