વેરાવળ ના વડોદરા ડોડીયા ગામ ને જોડતા રોડ નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ<nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
Veraval City, Gir Somnath | Jul 18, 2025
સરકાર ગ્રામ્ય વિસ્તારના માર્ગો પણ સુવિધા જનક બનાવવા કરોડો ની રકમ ફાળવે છે.પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કોન્ટ્રાકટર અને અધિકારી ઓની મિલીભગત ને કારણે આ વિકાસ કામો ભ્રષ્ટાચાર માં પરિવર્તિત થઈ જાય છે.આવો જ એક કિસ્સો વેરાવળ તાલુકા ના વડોદરા ડોડીયા ગામેથી પ્રકાશમાં આવ્યો છે.નેશનલ હાઇવે પર ના કીદરવા ગામ થી વડોદરા ડોડીયા ગામ ને જોડતા 3 કરોડ ના સિમેન્ટ રોડ ના કામ માં ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.