રાપર: ભીમાસર ભૂટકીયા ખાતે ગાંજાની ખેતીનો પર્દાફાશઃ52 લાખનો મુદામાલ આડેસર પોલીસે જપ્ત કરી એકની ધરપકડ
Rapar, Kutch | Nov 23, 2025 રાપરના બાદરગઢમાં ઘર આગળ ગાંજાનું વાવેતર કરતા ઇસમને રાપર પોલીસે ઝડપી લીધા સાથે રાપરના જ ભીમાસર ભુટકિયા ગામના વાડી વિસ્તારમાં નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત પુર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારીની સુચના મુજબ ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરનાર અરજણભાઈ દેવાભાઈ કોલીને પકડી લીધા હતા.આડેસર પોલીસે ભૂટકિયા વાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરનારા આરોપી અરજણ દેવા કોલીને પોલીસે ઝડપી પાડયો હતો.