કેશોદ: કેશોદના બસ સ્ટેશન રોડ ઉપર આવેલ સાંઈરામ મોબાઈલ ની દુકાનમાં ચોરી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
કેશોદ સ્ટેશન રોડ પર સાંઈરામ એનએસ મોબાઈલની દુકાનમાં તસ્કરોનો હાથ ફેરો.તસ્કરોએ 70 થી 80 જેટલાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોન, એસેસરીઝ રોકડ રકમની કરી ઉઠાંતરી.ચોરી થયેલાં મોબાઇલની કિંમત 12 થી લઈ 40 હજાર હોવાની મળી વિગતો.તસ્કરો અંદાજે 25 લાખની કિંમતના મોબાઇલ અને સાડા ચાર લાખ રોકડા ઉઠાવી ગયાં.તસ્કરોએ ગુરૂવારની વહેલી સવારે શટરના તાળા તોડી કર્યો હાથ ફેરો.તસ્કરો વધુ વજન ઉંચકવો ન પડે આરામથી બોકસમાંથી મોબાઈલ કાઢી રફુચક્કર થયાં.