ચોટીલા રાજ્યના યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિ ખીલે અને તેમનામાં સાહસના ગુણ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના 14થી 18 વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થી હોય તેવા યુવક યુવતીઓ પણ ભાગ લઈ શકશે. જેમાં ચોટીલા ડુંગર ખાતે પણ સ્પર્ધા યોજાનાર છે.