ચોટીલા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મામલતદાર નિલેશ પટેલના માર્ગદર્શન હેઠળ બે ટીમોએ મનડાસર અને વિજળીયા ગામે દરોડા પાડી કુલ 71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.મનડાસર ગામે સર્વે નંબર 262 (માલિક: ધીરુભાઈ રત્નાભાઈ સારદિયા) પર ખાનગી જમીનમાં ગેરકાયદેસર ખોદકામની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે જમીનમાં આશરે 25 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરવા