વિસનગર: શહેરમાં પાણીનો બગાડ કરનારા સામે પાલિકાની લાલ આંખ, નળ કનેક્શન કાપતા ફફડાટ
વિસનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો વેડફાટ કરતા લોકો સામે નગરપાલિકાએ ફરી એકવાર કડક કાર્યવાહી કરી છે. પાલિકાની ટીમે શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે દરબાર રોડ પર આવેલા મીરા નો ખાંચો, નીલકંઠ મહાદેવ નો ખાંચો, લાલ નો ખાંચો, જયશંકર નો માઢ, ગંજી રોડ, તથા કડા દરવાજા જેવા વિસ્તારોમાંથી કુલ 12 જેટલા પાણી વેડફતા ઇસમોના નળ કનેક્શન કાપી નાખ્યા છે.