મેંદરડા તાલુકાના ગુંદાળા ગામે પરંપરાગત રીતે કાન ગોપીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન જાદવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાન ગોપીના આ આયોજન દરમિયાન ભક્તિભાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું