સુરત: શહેરના ઇચ્છાપોરમાં આવેલી સ્વાગત રેસીડેન્સીમાં માનવતાને શરમાવે તેવી એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર પોતાની ગર્લફ્રેન્ડ સાથે વેકેશન મનાવવા માટે એક ૨૨ વર્ષીય યુવકે પોતાની જ પડોશમાં રહેતી સાત મહિનાની સગર્ભા મહિલા પર જીવલેણ હુમલો કરી લાખોની લૂંટ ચલાવી હતી. જોકે, ટેકનોલોજી અને સુરત પોલીસની સજાગતાએ આરોપીના મનાલીના વેકેશનને જેલવાસમાં ફેરવી નાખ્યું છે.આરોપીએ દરવાજો ખોલાવી મહિલાની આંખમાં લાલ મરચાનો પાવડર નાખી દીધો હતો.