ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. ઘોઘા સર્કલ વિસ્તારમાં થયેલી ચોરીની ઘટના અંગે દુકાનદાર દ્વારા જણાવ્યા અનુસાર અગાઉ પણ દુકાનમાંથી ચોરી થઈ હોવાની ઘટના બની ચૂકી છે. ત્યારે બીજી વાર છાપરા તોડીને કોઈ અજાણ્યા તસ્કર દુકાનમાં પ્રવેશી ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે દુકાનમાંથી સામાન સહિતની વસ્તુઓ ઉઠાવી ગયો હોવાનું દુકાનદાર દ્વારા પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું.