રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના મહત્વપુર્ણ કૃષિ બજારોમાની એક છે. જયાં ખેડુતો પોતાની તૈયાર થયેલી જણસી વેચાણ માટે લાવે છે. જેમાં દરરોજ જણસી વેચાણ માટે આવે છે. યાર્ડમાં આજે કપાસ, સોયાબીન, ઘઉં, ચણા, લસણ, સિંગફાડા, અળદ, મગ, કાળા તલ, સફેદ તલ અને જીરૂની મબલક આવક થવા પામી હતી. આજે કપાસની મબલક આવક નોંધાતા સમગ્ર યાર્ડ જણસીથી છલકાયું હતું.