બોર તળાવ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર ચેતનભાઈ મેર નામના યુવાન સાથે પૈસા મામલે બોલાચાલી કરી કુંભારવાડા મસ્જિદ નજીક હુમલો કરાયો હતો. જે અંગે જે અંગે 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી ભાવેશભાઈ તેમજ મહેશભાઈ અને હરેશભાઈ નામના ત્રણ શખ્સોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.