માંડવી તાલુકાનાં એક નાના ગામની સગીરા સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી કરી દેવાયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સગીરાના વાલીએ માંડવી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી જુસબ ગુલામ શીરૂ રહે. મફતનગર, શિરવા એ સગીરા સાથે મિત્રતા વધારીને સગીરા છાણા વીણવા જતી, ત્યારે તેની એકલતાનો લાભ લઈ બે વખત શરીર સંબંધ બાંધી ગર્ભવતી કરી દીધી હતી અને આ બાબતે કોઈને કાંઈ કહેશે, તો જાનથી મારી નાખવાની સગીરા ને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઈ છે.