વડોદરા: શિક્ષણ સમિતિની શાળાના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવાશે,ખાસ પ્રોજેક્ટનો પ્રારંભ
વડોદરા : શિક્ષણ સમિતિની શાળામાં પ્રોજેક્ટ પ્રોગ્રેસ NMSS હેલ્થ ચેકઅપ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીના પ્રોજેક્ટનો સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો છે.આ પ્રોજેક્ટ હેઠળ ટીમ દ્વારા બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં આવશે સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમતનું પણ ખૂબ મહત્વ હોય છે.ત્યારે આ શાળાઓમાં બાસ્કેટબોલના કોર્ટમાં કોચ દ્વારા બાળકોને ઉત્કૃષ્ટ કક્ષાનું કોચિંગ મળી રહે તે માટેના પ્રોજેક્ટની પર શરૂઆત કરાઈ હતી.