કામરેજના દેલાડથી શામપુરા જતા રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભેલા ડમ્પર પાછળ બાઇક અથડાતા બાઇક પર સવાર એક વ્યકિ્તનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના પીપલાપાણી ગામના 42 વર્ષીય દિલીપભાઈ વાસુભાઈ વસાવા તેમના મિત્ર પરિમલભાઈ પ્રકાશભાઈ વસાવા સાથે મોટરસાયકલ (GJ-22-R-3451) પર સુરત નોકરી પર જવા નીકળ્યા હતા.