વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે ખનીજ માફીઆઓનો ત્રાસ અસહ્ય બન્યો છે, જેની સામે ગ્રામજનો નિઃસહાય બની ગયા છે. અવારનવાર પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગને રજૂઆતો કરવામા આવી હોય છતાં હપ્તારાજમા આજ સુધીમા એક પણ જવાબદાર તંત્રના અધિકારીએ ખનીજ માફીઆઓ સામે યોગ્ય કડક કાર્યવાહી ન કરતાં ખનીજ માફીઆઓ બેફામ બની અવારનવાર ગ્રામજનો સાથે તકરારો સર્જી, માર મારી, અકસ્માતો કરી રહ્યા છે. જે મામલે વધુ એક વખત ગામના યુવાન પર ખનીજ માફીયાઓએ હુમલો કરી માર મારવાનો બનાવ બન્યો છે.