વડોદરા: ગેસની મુખ્ય લાઈનમાં ભંગાણથી લાખો લોકો પરેશાન,કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા માંગ
વડોદરા : ડ્રેનેજ લાઈનનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય સપ્લાય લાઈનમાં ડ્રિલ કરી ગંભીર બેદરકારીથી ગેસની લાઈનમાં ભંગાણ પાડ્યું હતું જેના કારણે લાખો લોકો હેરાન પરેશાન થયા હતા.ત્યારે પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવતે પાલિકા તંત્રના અધિકારીઓ પર આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.ડ્રેનેજ પ્રોજેક્ટના જવાબદાર કોન્ટ્રાક્ટરને કામમાં બેદરકારી માટે બ્લેકલિસ્ટ કરવાની માંગણી સાથે પત્ર લખી રજુઆત કરી છે.