ગોધરા: ગોધરા મામલતદાર કચેરીમાં વહીવટી બેદરકારી: ત્રણ કલાક ATVT ની કામગીરી બંધ, અરજદારોમાં રોષ
ગોધરા મામલતદાર કચેરીની ATVT શાખામાં 18 નવેમ્બરે ગંભીર બેદરકારી જોવા મળી હતી, જેમાં મતદાર સુધારણા કામગીરીના બહાને ઓપરેટરો સવારે 10 થી 1 વાગ્યા સુધી ગેરહાજર રહ્યા હતા. પરિણામે ત્રણ કલાક સુધી તમામ પ્રજાલક્ષી સેવાઓ બંધ રહી હતી. દૂરનાં ગામોમાંથી આવેલા ખેડૂતો અને શ્રમિકોએ કિંમતી સમય અને ખર્ચ કરી કચેરી પહોંચ્યા છતાં લાંબી રાહ જોવી પડી હતી, જેના કારણે લોકોને ભારે રોષ ફેલાયો હતો. મામલો મીડિયામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું અને એક ઓપરેટરને સીટ પર બેસાડી કામગ