ગોધરા તાલુકાના નંદાપૂરા નજીક આવેલી આરોગ્યમ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા કેન્સર જેવા ગંભીર રોગ સામે જાગૃતિ લાવવા “આરોગ્યમ વોલ્કેથોન–2026”નું આયોજન કરવામાં આવ્યું. આ વોલ્કેથોનમાં ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા. વોલ્કેથોનની શરૂઆત ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર પરથી થઈ અને પાંજરાપોળ, વિશ્વકર્મા ચોક, રામસાગર તળાવ તથા અટલબાગ જેવા માર્ગો પરથી પસાર થઈ ફરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પૂર્ણ થઈ. ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજીએ લીલી