રાજકોટ પૂર્વ: ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, એક વર્ષ પહેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં રાજકોટના પાબારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક જીત પાબારી વિરુદ્ધ ગત ૨૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે તેમની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.