ચોટીલા: ચોટીલા ડુંગર પર છઠ્ઠી રાજ્યકક્ષાની સ્પર્ધા: 30 ડિસેમ્બરે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે, પ્રાંત અધિકારી દ્વારા બેઠક યોજાઈ
ચોટીલા ખાતે 30 ડિસેમ્બર, 2025ના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર - ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમને અનુલક્ષી ચોટીલા ડુંગર ઉપર વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધી ડુંગર ચડી શકાશે નહીં સ્પર્ધા પૂર્ણ થયા બાદ 10 વાગ્યા પછી દર્શન માટે ડુંગરને ખુલ્લો મુકવામાં આવશે