આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓનું રાજકોટ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે સાંજે 08:00 વાગે અરવિંદ કેજરીવાલ હીરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. મહત્વનો એ છે કે ગોપાલ ઇટાલીયા પર થયેલા હુમલાને લઇ રાજકોટ એરપોર્ટ દ્વારા એરપોર્ટ ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.