વડાલી નગરપાલિકા નજીક ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ગઈકાલે સાંજના 6 વાગ્યા આસપાસ એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર લાંબો ટ્રાફિક થયો હતો, જેના પગલે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ખેડબ્રહ્મા તરફથી આવી રહેલા એક ટ્રકે પાછળથી કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારના પાછળના ભાગને નુકસાન થયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક હળવો કર્યો હતો.