અરવલ્લી જિલ્લામાં નવનિર્મિત સાઠંબા તાલુકાનો શુભારંભ કાર્યક્રમ ભવ્ય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો. આ ઐતિહાસિક કાર્યક્રમ માનનીય મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમ દરમિયાન માનનીય મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું કે, “ગામડું એ જીવનની પ્રયોગશાળા છે. ગુજરાત સરકાર ગામડાના ઉત્થાન અને વિકાસ માટે હક અને તક પૂરી પાડવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે. સાઠંબા તાલુકો શિક્ષિત, સમાનતાવાદી અને સુખી રીતે