મહુવા તાલુકાના ડુંગરી ગામે છીબુભાઈ આહીર ના ઘર નજીક એક ઝેરી રસલવાઈપર સાપ નજરે પડતા સ્થાનિકો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે ફ્રેન્ડસ ઓફ એનિમલ ની ટીમ ને જાણ કરાતા ટીમે ઘટના સ્થળે પહોંચી લગભગ એક મીટર લાંબા અને અઢી કિલો વજન ધરાવતા સાપને પકડી લીધો હતો જ્યારે તાલુકાના અન્ય એક ગામ ખરવાણ ગામે જોશી મહોલ્લામાં રહેતા રાજેશભાઈ ના ઘરના રસોડામાં આશરે એક મીટર લાંબી નાગણ દેખાતા પરિવાર માં અફરા તફરી સાથે ભયનો માહોલ બની જવા પામ્યો હતો.