બે દિવસ અગાઉ વેલંજા ખાતે આવેલ mtc મોલ ના સિક્યુરિટી ગાર્ડ જોડે કેટલાક ઈસમોએ મારઝૂડ કરી હતી.જે અંગે ઉત્રાણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે મોલના સીસીટીવી ફૂટેજ અને સિક્યોરિટી ગાર્ડ ની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.દરમ્યાન આ ગુન્હામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઉત્રાણ પોલીસ દ્વારા શુક્રવારની મોડી રાત્રે ઝડપી પાડવામાં આવ્યા હતા.જે આરોપીઓ ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.