ઉધના: સુરતમાં હીરાબાગના સાડીના વેપારીને ચેક રિટર્નના કેસમાં 1 વર્ષની સજા
Udhna, Surat | Nov 21, 2025 સુરતઃ પુણાગામ કારગીલ ચોક ખાતે સરીતા સોસાયટીમાં ગુરુકૃપા ફેશનના નામે સિલાઈ મશીન ઉપર સાડીનું જોબવર્ક કરતા દિલીપભાઈ ભાઈલાલભાઈ કોલડિયાએ હીરાબાગ વરાછારોડ ખાતે ગુરુકૃપા અન્ટરપ્રાઈઝના નામે સાડીનું ઓનલાઈન વેચાણ કરતા શૈલેષ પ્રવિણભાઈ વિરાણીને રૂા.૭.૨૭લાખનું સાડી પર જોબવર્ક કરી આપ્યું હતું. જેના પેમેન્ટ પેટે શૈલેષ વિરાણીએ ૭.૨૭ લાખના બે ચેક આપ્યા હતા. જે બંને ચેક રિટર્ન થતા ફરિયાદ નોંધાઈ હતી.