માંગરોળ: સેરીયાજ બારા ગામે દાદાના પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે ધિંગાણું ભાઇ ભાભી સામે ફરીયાદ નોંધાઈ
સેરીયાજ બારા ગામે દાદાના પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે ધિંગાણું ભાઇ ભાભી સામે ફરીયાદ નોંધાઈ ફરિયાદી જ્યારે તેમના ભાઈને પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરતા અટકાવવા ગયા, ત્યારે આરોપીઓએ (ભાઈ અને ભાભી) ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાળો આપી હતી. ત્યારબાદ બંનેએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલા બાદ ફરિયાદીને શરીરે દુખાવો થતા તેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા.